આ યોજના MMKSY scheme અંતર્ગત ગુજરાતની મહિલા ખેડૂતો ને આર્થિક અને તાલીમી સહાય પુરી પાડીને ખેતપેદાશ નું ઉત્પાદન અને આવકમાં વૃદ્ધિ એ મુખ્ય ઉદ્દેશ છે જેથી મહિલાઓ ની કૃષિ માં ભાગીદારી વધે.
યોજના નો મુખ્ય હેતુ.
ખેત પ્રવૃત્તિઓ માટે આર્થિક મદદ જેમકે, બિયારણની ખરીદી, ખેત ઓજારો, સાધનો ની ખરીદી.
મહિલાઓ ને ખેત તાલીમ આપવી જેથી તેમની કુશળતા અને અનુભવમાં વધારો થાય.
મહિલા ખેડૂતો ને ભેગા મળીને મંડળ બનાવવા પ્રોત્સાહન. જેથી મહિલાઓ પોતાના પાક નું મૂલ્ય વૃદ્ધિ કરી વધુમાં આવક કરી શકે.
મહિલા ખેડૂતોને અલગ અલગ જગ્યાએ થી ક્રેડિટ પર આર્થિક રીતે પૈસા મળી રહે.
મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ પેદાશ માટે માર્કેટ પુરુ પાડી માર્કેટ સાથે જોડાણ કરવા મદદ કરવી.
યોજના ના ફાયદા:
આર્થિક મદદ
ટ્રેનિંગ અને કેપેસિટી વધારવા મા મદદ
આર્થિક રીતે પૈસાની મદદ માટે સરળતા
યોજનાનો લાભ લેવા માટે પાત્રતા:
ફક્ત મહિલા ખેડૂત બહેનોને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. જે મહિલા ખેડૂત બહેનો પાસે જમીન છે અને ખેતી કરે છે.
આ યોજના નો લાભ ફક્ત ગુજરાત રાજ્ય ના મહિલા ખેડૂતો માટે છે.
આ યોજના નો લાભ લેવા માટે કોઈ ઉમર મર્યાદા કે આવક નક્કી કરવામાં નથી આવી. દરેક લાભ લઈ શકે છે.
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત નોંધાઈ કરાવવી ફરજીયાત છે ગુજરાત સરકાર ના ખેતીવાડી વિભાગ Department of Agriculture and co-operation પર.
મહિલા ખેડૂત બહેનો ગ્રૂપ બનાવીને પણ અરજી કરી શકે છે.
યોજના નો લાભ કોને નહીં મળે:
જેઓ ભારત અને ગુજરાત સરકાર ના સરકારી કર્મચારીઓ છે.
આ યોજના અંતર્ગત જો કોઈ વિદ્યાર્થી એ અગાઉ લાભ લીધો હશે.
અરજી કરવાની પ્રોસેસ:
આ એક ઓફલાઈન અરજી પ્રક્રિયા છે જેમાં તમારે નજીકની સરકારી કૃષિ વિભાગ ની ઓફિસ અથવા ગ્રામ પંચાયત ઓફિસમાં જઈને ફોર્મ લાવવાનું રહેશે MMKSY માટે.
ફોર્મ માં તમારે વિગત ભરવી જેમકે પર્સનલ માહિતી, તમારા નામ પર જે જમીન છે તેના પુરાવા, તમે કયા કયા પાકનું વાવેતર કરો છો તેની માહિતી વગેરે ભરવાની રહેશે. જરૂરી પુરાવા ફોર્મ સાથે જોડવાના રહેશે જેમકે જમીનના 7-12, 8-અ, આધાર કાર્ડ, જાતિ નો દાખલો, આવક નો દાખલો, પાસપોર્ટ સાઇઝ ના ફોટો, બૅન્ક એકાઉન્ટ ની માહિતી વગેરે. એપ્લીકેશન ફોર્મ જમા કર્યા પછી તેને વેરીફાય કરવામા આવશે અને મહિલા ખેડૂતના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે.